પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બાઈકની ચોરીના બનાવો બની રહ્યા છે પોરબંદરના ગરેજ ગામે રહેતા ધર્મેશભાઈ પરબતભાઈ ગરેજા નામના યુવાને પોતાનુ મોટરસાયકલ નં-જીજે-25-આઈ-7822
કિંમત રૂ.30 હજારનુ બસસ્ટેન્ડ નજીક પાર્ક કર્યુ હતુ તે દરમ્યાન અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો આ બનાવ અંગે નવીબંદર હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya