પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.)“સ્વચ્છ પોરબંદર, સ્વસ્થ પોરબંદર” અનુલક્ષીને પોરબંદર મહાનગર પાલિકા દ્વારા વિશેષ સ્વછતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.લોકોની ફરિયાદોને ધ્યાનમાં લઈને પોરબંદર શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકા ને રજૂઆત કરવામાં આવી હતી અને ધારાસભ્ય નું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લોકલાડીલા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા મહાનગરપાલિકાના કમિશનર ને સૂચના આપવામાં આવી હતી. “સ્વચ્છ પોરબંદર, સ્વસ્થ પોરબંદર' અનુલક્ષીને પોરબંદર મહાનગર પાલિકા દ્વારા વિશેષ સ્વછતા અભિયાનનો પ્રારંભકરવામાં આવ્યો છે.
સૌના પ્રયાસ થી પોરબંદર શહેર સ્વચ્છ રહે તેવા અભિગમ સાથે જે વિસ્તારમાં લાંબા સમયથી ખૂબ વધારે કચરો એકઠો થઈ ગયો છે તેવી ફરિયાદ છે ત્યાં સફાઈ હાથ ધરવામાં આવશે. તમામ વોર્ડ નાં પૂર્વ સભ્ય અને ઈન્ચાર્જ ને સાથે રાખવામાં આવશે તેમના સૂચનો પણ ધ્યાનમાં લેવામાં આવશે, આવતા દિવસોમાં તહેવાર દરમિયાન પોરબંદર સ્વચ્છ રહે અને જનતા કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તેવા અભિગમ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે, મનપા. ની ટીમ દ્વારા 150 થી વધુ લોકેશન પર સર્વે કરવાની યોજના બનાવવામાં આવી છે, વોર્ડ ની તમામ નાની મોટી ગલીમાં પણ સફાઈ ટીમ મોકલી ચોકસાઈ પૂર્વક કામ કરાવવા ની સૂચના આપવામાં આવી છે.
*અભિયાનની મુખ્ય વિગતો*
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી અને પૂર્વ કેબિનેટમંત્રી બાબુભાઇ બોખીરીયાએ વિશેષ વિગત આપતા જણાવ્યુ છે કે, પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે., શહેરમાં વોર્ડવાઇઝ કુલ 151 કચરાના સંવેદનશીલ બિંદુઓ (Garbage Vulnerable Points) ઓળખવામાં આવ્યા છે. આ સ્થળોએ સતત સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા તરફથી અલગથી વધારાનું માનવબળ મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 80 સફાઈ કર્મચારીઓ આ કામ માં જોડાશે. હાલ 34 સફાઈ કર્મચારીઓ ફરજ પર મુકાઈ ચૂક્યા છે, બધા બિંદુઓનું એકાંતર ધોરણે (alternate basis) સ્વચ્છીકરણ થસે. આ વ્યવસ્થા દ્વારા કચરાના ઢગલા સર્જાયા વગર, નાગરિકોને વધુ સ્વચ્છ અને સ્વસ્થ પરિસ્થિતિ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ છે.નાગરિકોને સહકાર આપવા અપીલ કચરાનું યોગ્ય નિકાલ કરો, ખુલ્લા સ્થળોએ કચરો ન ફેંકો, શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકા સાથે સહકાર આપો તેવી વિનંતી કરવામાં આવી છે.
*આદર્શ સ્વચ્છ શહેર તરીકે વિકસાવવાનો સંકલ્પ*
“સેવા, સમર્પણ અને વિકાસ – ભાજપનો સંકલ્પ” ના સૂત્ર સાથે પોરબંદર મહાનગરપાલિકા, પોરબંદર ભાજપ તથા પોરબંદરના નાગરિકોના સંયુક્ત પ્રયત્નોથી, પોરબંદરને એક આદર્શ સ્વચ્છ શહેર તરીકે વિકસાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેમ પોરબંદર જિલ્લા મીડિયા સહ કન્વીનર હર્ષ રૂઘાની દ્વારા એક યાદીમાં જણાવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya