પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ભાદરવા માસમાં પણ જુગાર ચાલી રહ્યો હોય તેમ ચાર સ્થળોએ પોલીસે દરોડા પાડયા હતા પોરબંદરના ખારવાવાડમાં જાહેરમાં ચાલતા જુગાર પર ર્કિતિમંદિર પોલીસે દરોડો પડયો હતો તે દરમ્યાન લલીતાબેન જેઠાભાઈ મઢવી,કેશરબેન દિનેશનભાઈ કોટીયા,વિજયાબેન ગોવિંદભાઈ બાદરશાહી અને નીતાબેન ડાયાભાઈ ચૌહાણને જુગાર રમતા ઝડપી સ્થળ પરથી રૂ.10,150નો મુદામાલ કબ્જે કર્યો હતો અન્ય જુગારમાં ધરમપુરના આંગણવાડી નજીક જાહેરમા ચાલતા જુગાર પર ઉદ્યોગનગર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા વિજય રામા ગામી,સુકા ભીમા કાગડીયા,ભરત રામા સોલંકી અને મોહન અરસી સોલંકીને ઝડપી લઈ અને સ્થળ પરથી રૂ.13,130નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે કુતિયાણાના મોડદર ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી વિષ્ણુકુમાર રામભાઈ સોલંકી,જયેશ જેન્તીભાઈ સોલંકી,અનિલ ડાયા સોલંકી અને ભીખા ભોજા સોલંકીને ઝડપી લઇ સ્થળ પરથી રૂ.10,450નો મુદામાલ કબ્જે કર્યો હતો માધપુરના ગુંદાવાડી વિસ્તારમા જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડયો હતો તે દરમ્યાન વિરમ દેવા ભુતીયા અને સુધીર કેશુ ડાભી ઝડપાયા હતા જયારે મીઠા હમીર ડાભી, દિપક જેઠા ઓડેદરા, રાજશી માલદે કેશવાલા, ગાંગા કારા કેશવાલા,મોહન નાથા કેશવાલા, અનીલ બચુ કેશવાલા,ભરત વિરમ માવદીયા,કાના ડાભી અને પ્રવિણ નાગજી વારા નાશી જવામા સફળ રહ્યા હતા માધવપુર પોલીસ સ્થળ પરથી રૂ.21,700નો મુદામાલ કબ્જે કયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya