પોરબંદર, 17 સપ્ટેમ્બર (હિ.સ.): ભારત સરકારએ ખરીફ સીઝનમાં વર્ષ:2025 -૨મ26 માટે મગફળી માટે 7263 મગ માટે રૂ.8768 અડદ માટે રૂ.7800 તથા સોયાબિન માટે રૂ.5328 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યાં છે. ખરીફ 2025-26માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી મગ, અડદ અને સોયાબિનની ખરીદી કરવા સારૂં નોંધણીની સમયમર્યાદા લંબાવવા આવી છે
મગફળી મગ, અડદ અને સોયાબિન પાકોની PSS હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે તા.01-09- 2025થી તા.15.09.2025 દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે ખેડૂતોની ઓનલાઈન નોંધણી નાફેડના ઇ.સમૃધ્ધિ પોર્ટલ પર કરવાની મુદ્દત વધારો કરવામાં આવ્યો છે જે અનુસાર તા. 22.09.2025 સુધી ઓનલાઈન નોંધણી લંબાવવામાં આવી છે.
જે નોંધણી હવે તા.21-09-2025સુધી પર્યાપ્ત સમયગાળા સુધી ચાલનાર છે. જેથી ખેડુતો દ્વારા બિનજરૂરી ઉતાવળ ન કરવા વિનંતી કરવામાં આવી છે. તથા નોંધણી અન્વયે ઈસમૃધ્ધિ પોર્ટલ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો જિગર મહેતા 9428222455, કૃણાલ ગજ્જર 6354895483, શ્રીકાંત પટેલ - 8460551910 તથા ઈ.સમૃધ્ધિ પોર્ટલનો ટોલ ફ્રી નંબર - 1800101212 અ નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya