મોડાસા, 17 સપ્ટેમ્બર (હિ.સ.)
અરવલ્લીના શામળાજીમાં 2 શિક્ષકના મોત થયા છે, કાર ડિવાઈડર સાથે અથડતા 2 શિક્ષકના મોત થયા હોવાની વાત સામે આવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે, ત્યારે કારના સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોય અને આ ઘટના બની હોય તેવું પ્રાથમિક તારણ પોલીસનું છે.
અરવલ્લીના શામળાજીમાં અકસ્માતમાં 2 શિક્ષકના મોતઅરવલ્લીમાં 2 શિક્ષકના મોત થતા અરવલ્લી જિલ્લાના શિક્ષકોમાં શોકની લાગણી વ્યાપી છે, શામળાજીમાં રંગપુર ગામ પાસે અકસ્માતમાં બે શિક્ષકના મોત થયા છે. કાર ડિવાઈડર સાથે અથડાઈ અને બન્ને શિક્ષકોના મોત થયા છે, એક શિક્ષક કારની બહાર પછડાયા હતા અને રોડ પર તેમનું મોત થયું છે, ગાંભોઈ અને રાયસિંગપુરના શિક્ષકનું મોત થયું છે, પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.
કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત
પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે કાર સ્પીડમાં હશે અને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હશે તો આવી ઘટના બની શકે છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે પરિવારના સભ્યોના પણ નિવેદન લીધા છે, વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ઘણા કિસ્સાઓ એવા બન્યા છે કે કાર ફુલ સ્પીડમાં હોય અને સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દઈએ ત્યારે અકસ્માત થતો હોય છે, કારને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ