મહેસાણા, 17 સપ્ટેમ્બર (હિ.સ.): ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. મહેસાણા જિલ્લાના ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ આ અવસરે અનોખી રીતે ઉજવણી કરી. તેમણે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે કુલ 751 ચંપાના રોપા વાવીને વડાપ્રધાનને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.
જીતુભાઈએ ચંપેશ્વર મહાદેવ ધામ ખાતે આ અભિયાન હાથ ધર્યું, જ્યાં શિવલિંગ આકારમાં સમગ્ર ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પણ છે. તેમણે જાહેરમાં અપીલ કરી કે દરેક ગ્રીન કમાન્ડો પોતાના વિસ્તારમા વૃક્ષારોપણ કરી તેનું જતન કરે, જેથી પ્રકૃતિને સાચી ભેટ અર્પી શકાય.
આ અવસરે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ દેશે સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જેવા ક્ષેત્રોમાં નવી દિશા મેળવી છે. એક પેડ મા ના નામ જેવા અભિયાનથી સમાજમાં પર્યાવરણ રક્ષણની ભાવના વધુ મજબૂત બને છે. આ રીતે, વડાપ્રધાનના જન્મદિવસે વૃક્ષારોપણ દ્વારા ઉજવણી કરવી, પ્રકૃતિ અને સમાજ બંને માટે પ્રેરણાદાયી પહેલ સાબિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR