ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છૂક ખેડૂતો માટે, ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા શરૂ
ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લામાં ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા શરૂ છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ
ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છૂક ખેડૂતો માટે, ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા શરૂ


ગીર સોમનાથ 18 સપ્ટેમ્બર (હિ.સ.) જિલ્લામાં ખરીફ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા શરૂ છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોએ નોંધણી દરમિયાન જે સર્વે નંબર નોંધાવ્યો હશે, તે સર્વે નંબરની સેટેલાઈટ ઈમેજ અને ડીજીટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે.

સેટેલાઇટ સર્વે/ડીજીટલ ક્રોપ સર્વેમાં જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. જેથી હાલમાં ચાલી રહેલા ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં રાજ્યના તમામ ખેડૂત મિત્રોએ પોતાના ખેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અચૂક કરાવી લેવો.

વધુમાં નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે ખેડૂત જાતે સેલ્ફ સર્વે કરી શકશે તે માટે ખેડૂતો પ્લેસ્ટોર પરથી ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે જાતે કરી શકશે. જે માટે ખેડૂતોને જાણ થાય એ માટે તા.૧૭.૦૯.૨૦૨૫ ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૧.૦૦ દરમિયાન ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande