ગાંધીનગર, 18 સપ્ટેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત વિરમગામ શહેરમાં આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ નિદાન કેમ્પમાં બી પી, ડાયાબિટીસ, ટી. બી ગર્ભાશયને લગતી બીમારીનું પરીક્ષણ, આયુષ્માન કાર્ડની સેવા, આભા કાર્ડ, રસીકરણ જેવી સેવાઓ ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ કેમ્પ અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહારની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નગર પાલિકાના પ્રમુખ કામિનીબેન હિતેશભાઈ મુનસરા તથા સંગઠન પ્રમુખ દેવાજી ઠાકોર, મહામંત્રી મિતેશભાઈ આચાર્ય તથા હર્ષદભાઈ ઠક્કર તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના સભ્ય ધર્મેન્દ્રભાઈ સોની, નગરપાલિકાના સદસ્ય વિજયસિંહ ચાવડા, સેવા પખવાડિયાના સહ સંયોજક હિતેશભાઈ મુનસરા તથા રવિરાજસિંહ ઝાલા, તાલુકા હેલ્થ ઓફિસર તથા અર્બન હેલ્થ સેન્ટર ઓફિસર ડૉ. શ્રેય પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ