જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ,
૮મા રાષ્ટ્રીય પોષણ મહિનાના ઉદ્ઘાટન સમારોહ પણ યોજાયો
જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતેથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ,


જુનાગઢ 18 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ અને ૮માં રાષ્ટ્રીય પોષણ મહિનાનો ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય સેવાઓ વધારવાના ઉદેશ સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્ર,તેમજ સબ સેન્ટર આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આજથી તા.૨ ઓક્ટોબર સુધી સઘન આરોગ્ય તપાસ, સ્પેશિયાલિસ્ટ સેવાઓ તેમજ સ્ક્રિનિંગના મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ ચોરવાડ ખાતે હેલ્થના મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ એ જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડ યોજના એ નાના માણસો માટે સરકારે આપેલું વરદાન છે.હવે સામાન્ય કે મધ્યમ પરિવારના લોકોને ગંભીર બીમારી સમયે હાથ ફેલાવવો પડતો નથી. દરિયાકાંઠાના વિસ્તારમાં ખારાશ, ખાનપાન, વ્યસનના લીધે બીમારીઓ લોકોને થતી હોય છે. ત્યારે આયુષ્માન કાર્ડ એ ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે.તેમણે ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે ત્યારે મહિલાઓને સ્વસ્થ અને સશક્ત રાખવા માટેનું આ અભિયાન છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમરે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કાર્યરત કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી આપી હતી.

ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે થઈ રહેલી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલ હેલ્થ કેમ્પનો નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા એ જણાવ્યું હતું કે સેવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણી થઈ રહી છે.તેમણે જૂનાગઢ જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરી ને બિરદાવી હતી અને જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પી એમ જે એ વાય કાર્ડ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, નિક્ષય મિત્ર, વધુ વાર રક્તદાન કરનાર દાતાઓનું પ્રમાણપત્ર અને સાલ ઓઢાડી સન્માન, તેમજ તરુણિ, બાળકો અને ધાત્રી માતાને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડના પ્રાંગણમાં મહાનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મધ્યપ્રદેશના ધારથી દેશવ્યાપી વર્ચ્યુઅલ પ્રસારણને પણ નિહાળ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્રના અધિકારીઓએ કર્યું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ ખાતે યોજાયેલ આ મહાકેમ્પમાં બહોળી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.

કાર્યક્રમ પૂર્વે મહાનુભાવો એ હેલ્થ કેમ્પ અને રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે કલેકટર અનિલકુમાર રાણાવસિયા,ચોરવાડ નગરપાલિકા પ્રમુખ બેનાબેન ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન દિલીપસિંહ સિસોદિયા, જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન સોમાતભાઈ વાસણ, પૂર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ. પી. પટેલ, જૂનાગઢ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.અલ્પેશ સાલવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે એ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ચોરવાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ આ કેમ્પમાં કુલ ૬૮૦ લાભાર્થી ને નિષ્ણાત તબીબ દ્વારા તપાસ નિદાન અને સારવાર કરવામાં આવી હતી. તેમજ બ્લડ ડોનેશન કેમ્પ માં ૨૨૫ યુનીટ બ્લડનું ક્લેકશન કરવામાં આવ્યું હતુ. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માં કુલ ૨૪૬ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૭૬૬૦ લાભાર્થીઓએ તપાસ નિદાન અને સારવાર કરવામાં આવી હતી.

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દરમ્યાન જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નિષ્ણાત તબીબ દ્વારા ૪૫ મેડીકલ કેમ્પ તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા કુલ ૩૧૨૫ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત અભિયાન અન્વયે ક્લેકટરનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની ૩૨૨ માધ્યમિક શાળાની ૨૦,૨૨૯ વિધાર્થીનીઓ તેમજ ૪૨ કોલેજની વિધાર્થીનીઓની પણ આરોગ્ય તપાસ પણ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande