જૂનાગઢ 18 સપ્ટેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તા. ૧૭/૦૯/૨૦૨૫ થી તા. ૦૨/૧૦/૨૦૨૫ સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરવામા આવ્યુ છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. અલ્પેશ સાલ્વીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતુ.
આ અભિયાન અનુસંધાને તા.૧૭/૦૯/૨૦૨૫ના રોજ જૂનાગઢના પ્રસુતિ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. પિયુષ જી. વડાલીયા દ્વારા વિસાવદર તાલુકાના કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ કરવામા આવ્યો હતો. આ કેમ્પમા ૪૦થી વધુ સગર્ભા મહિલાઓની તપાસ, નિદાન અને સારવાર કરવામા આવી હતી. આ કેમ્પ ને સફળ બનાવવા કાલસારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હિંમત ગેડીયા અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ