મહેસાણા-બહુચરાજી હાઈવે પર ચક્કાજામ: પેપર મિલના પ્રદૂષણ સામે ગ્રામજનોનો આક્રોશ
મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા-બહુચરાજી હાઈવે પર આજે સવારે સામેત્રા ગામ પાસે ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં આવેલી પેપર મિલના કારણે સતત હવાની સાથે પાણી પ્રદૂષણ વ
મહેસાણા-બહુચરાજી હાઈવે પર ચક્કાજામ: પેપર મિલના પ્રદૂષણ સામે ગ્રામજનોનો આક્રોશ


મહેસાણા, 18 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા-બહુચરાજી હાઈવે પર આજે સવારે સામેત્રા ગામ પાસે ચારથી પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ વિસ્તારમાં આવેલી પેપર મિલના કારણે સતત હવાની સાથે પાણી પ્રદૂષણ વધી રહ્યું છે, જેના કારણે ગ્રામજનો આરોગ્ય સંબંધિત ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

પ્રદૂષણના કારણે પશુઓના આરોગ્ય પર પણ નકારાત્મક અસર થઈ રહી છે. ગામના તળાવો અને ખેતી માટે વપરાતું પાણી પ્રદૂષિત થવાથી પાક ઉત્પાદન પર અસર થઈ રહી હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ પરિસ્થિતિ સામે અનેકવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ અંતે રસ્તા પર ઉતરીને ચક્કાજામનો માર્ગ અપનાવ્યો.

વિરોધ દરમિયાન ગ્રામજનોએ તાત્કાલિક પ્રદૂષણ નિયંત્રણ માટે પગલાં લેવા અને પેપર મિલ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી વાતચીત શરૂ કરી અને ગ્રામજનોને શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો.

સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ મોટું આંદોલન ઊભું કરવામાં આવશે. આ ઘટનાથી હાઈવે પર લાંબા સમય સુધી વાહનવ્યવહાર ખોરવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande