શહીદ વીર જવાન મેહુલ ભુવાનો પાર્થિવ દેહ માદરે વતન ધામેલ ખાતે પંચ મહાભૂતોમાં શનિવારે વિલીન થશે
અમરેલી, 19 સપ્ટેમ્બર (હિ.સ.): દામનગરના ધામેલ ગામના કાશ્મીર ફરજ દરમ્યાન વિરગતી પામેલ શહીદ વીર જવાન મેહુલ ભુવાનો પાર્થિવ દેહ માદરે વતન માટે આજે સત્તાવાર રવાના શનિવારે વતન ધામેલ ગામે અંતિમ દર્શન બાદ વીર જવાન મેહુલ ભુવાનો પ
શહીદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ માદરે વતન ધામેલ ખાતે પંચ મહાભૂતો માં શનિવારે વિલીન થશે


અમરેલી, 19 સપ્ટેમ્બર (હિ.સ.): દામનગરના ધામેલ ગામના કાશ્મીર ફરજ દરમ્યાન વિરગતી પામેલ શહીદ વીર જવાન મેહુલ ભુવાનો પાર્થિવ દેહ માદરે વતન માટે આજે સત્તાવાર રવાના શનિવારે વતન ધામેલ ગામે અંતિમ દર્શન બાદ વીર જવાન મેહુલ ભુવાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન કરાશે રાષ્ટ્ર રક્ષા કાજે કાશ્મીર ખાતે શહીદી વોહરનાર જવાનના પુરા અદબ થી સન્માન સાથે માદરે વતન ધામેલ ગામે લવાશે.

શહીદ જવાનને સમગ્ર ગામની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ દર્શન બાદ દાહ સંસ્કાર કરાશે ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવતા મિલન સાર સ્વભાવના સેનિક મેહુલ ભુવા શહીદ થયાના સમાચાર થી સમગ્ર પંથક માં ગનગીની વ્યાપી જતી માતૃ સંસ્થાન ઉત્તર બુનિયાદી શાળાના પૂર્વ છાત્ર મેહુલ ભુવા વીરગતિ પામ્યાના સમાચાર થી સમગ્ર પંથક શોકાતુર બન્યો છે.

શનિવારે માદરે વતન ધામેલ ગામે વીર જવાનના પાર્થિવ દેહને અંતિમ દર્શન બાદ રાષ્ટ્રીય સન્માન સાથે દાહ સંસ્કાર કરાશે વીરગતિ પામેલ મેહુલ ભુવા ના સમાચાર થી સમગ્ર વિસ્તાર માં ભારે ગનગીની વ્યાપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande