પોરબંદરના 2  વ્યાજખોરો એ યુવાન પાસેથી લાખો રૂપિયા અને મિલકત પડાવી લેતા ફરિયાદ
પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામા વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પોરબંદરમા વ્યાજખોરીની વધુ એક ફરીયાદ નોંધાઈ છે દેવભૂમિ દ્રારકા જીલ્લાના નગડીયા ગામે રહેતા કેશુભાઈ હરભમભાઈ સુંડાવદરાએ પોરબંદર ખાતે રહેતા સંજય કટારા નામના શખ્સ પાસેથી અ
પોરબંદરના 2  વ્યાજખોરો એ યુવાન પાસેથી લાખો રૂપિયા અને મિલકત પડાવી લેતા ફરિયાદ


પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.): પોરબંદર જિલ્લામા વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પોરબંદરમા વ્યાજખોરીની વધુ એક ફરીયાદ નોંધાઈ છે દેવભૂમિ દ્રારકા જીલ્લાના નગડીયા ગામે રહેતા કેશુભાઈ હરભમભાઈ સુંડાવદરાએ પોરબંદર ખાતે રહેતા સંજય કટારા નામના શખ્સ પાસેથી અલગ-અલગ સમયે રૂ.18 લાખની રકમ 10 ટકા વ્યાજે લીધી હતી.

વ્યાજની રકમ વસુલવા માટે સંજય કટારા અને તેમની સાથે કરતા ઇદુબાપુએ કેશુભાઈ અને તેમના પરિવારનુ અપહરણ કરી મારી નાંખશુ તેવી ધમકી આપી રૂ.18 લાખ અને પેનલ્ટી સહિત રૂ.72 લાખની રકમ કઢાવી લીધી હતી તેમ છતા આ બે શખ્સોએ રૂ.15 લાખ કઢવા માટે ધમકી આપી આ રકમ જામીનગીરી માટે કેશુભાઇના સંબધી દિલીપભાઈના પ્લોટની ફાઈલ તેમજ સરમણભાઈના નામે આવેલુ અરસીભાઈનુ મોટરસાયકલ અને ઈનોવા કાર ગીરવે રાખી લીધી હતી તો અરસીભાઈ કિસ્મત મોરી પાસેથી પણ અલગ-અલગ સમયે રૂ.10 લાખની રકમ 15 ટકાના વ્યાજે લીધી હતી આથી કિસ્મત મોરી અને તેમની સાથે કામ કરતા અર્જુન મકવાણાએ પણ અરસીભાઈનુ અપહરણ કરી મારી નાંખવાની ધમકી આપી રૂ.10 લાખની મુળ રકમ અને પેનલ્ટી સહિતના વ્યાજ રૂ.46 લાખ જેવી રકમ કઢાવી લીધી હતી તેમ છતા 6,85,000 જેવી રકમ બળજબરી પૂર્વક કઢવા માટે કેશુભાઈ પાસેથી ચેક લખાવી કોર્ટમા ખોટો કેસ કરવાની ધમકી આપી હતી આ અંગે કેશુભાઈએ ચાર શખ્સો સામે બગવદર પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવાતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande