પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.)આસામ રાજયના બારપેટા પોલીસ સ્ટેશનમા આસામના રામપુરના બીરજદાસ નીરજદાસ ઉર્ફે બિસ્નુદાસ અજયદાસને આસામ પોલીસે નવીબંદર વિસ્તારના સી સ્ટાર કંપનીમાંથી ઝડપી લીધો હતો અને આસામ પોલીસ દ્રારા ટ્રાન્સમીટ રીમાન્ડ મેળવી આસામ ખાતે લઇ જવા માટે પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા એકસ્પ્રેસ ટ્રેનમા લઈ જવામા આવ્યો હતો સુરેન્દ્રનગરથી સાણંદ સુધીમા પોલીસ ગિરફતમાથી નાશી છુટયો હતો આ શખ્સને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા આ દરમ્યાન પોરબંદર એલસીબીને એવી હકિકત મળી હતી કે આ શખ્સ જાવર વિસ્તારમાં સિલ્વર ફેકટરીમા આવેલી મજુરોની કોલોનીમા છે જેના આધારે એલસીબીએ આ શખ્સને ઝડપી લીધો હતો અને વિરમગામ પોલીસને તેમનો કબ્જો સોંપવામા આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya