પોરબંદર, 19 સપ્ટેમ્બર (હિ.સ.)માતાજીના આરાધનાનુ પર્વ એટલે નવરાત્રી આ દિવસોમા માય ભકતો માતાજીની પુજા-અર્ચના અને અનુષ્ઠાન કરશે તો બીજી તરફ નાની બાળાઓ ગરબે ઘુમી માતાજીની આરાધના કરશે યુવક-યુવતિઓ અર્વાચીન રસોત્સવમા રાસની રમઝટ બોલવા થનગીન રહ્યા છે. પોરબંદર શહેર અને જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાચની ગરબીનુ આયોજન કરવામા આવ્યુ છે. પોરબંદર શહેરની વાત કરીએ તો થનગનાટ, લીયા પાયોનીયર અને વેપારીઓ દ્રારા રૂમઝુમ રાસોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે. આ ઉપરાંત મહેર સમાજ, ખારવા સમાજ, લોહાણા સમાજ અને કોળી સમાજ દ્રારા પણ રસોત્સવનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે. મોટાભાગના રસોત્સવ ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે કરવામા આવ્યુ છે. હાલ તડમાર તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. તો શેરી ગલીઓમા પ્રાચીન ગરબીનુ આયોજન કરવામા આવ્યુ છે. પોરબંદર નજીકના બખરલા ગામે પણ સમસ્ત ગ્રામજનો દ્રારા રાસોત્સવનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે તો બગવદર ગામે પણ ગ્રામ પંચાયત દ્રારા રાસોત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રાચીન ગરબીનુ આયોજન કરવામા આવ્યુ છે નવરાત્રીને લઇ બજારમા ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના પર્વને લઇ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya