પાટણના નિર્મલ નગર રોડ પર નાળાની કામગીરી દરમ્યાન રસ્તો બંધ, સ્થાનિકોનો વિરોધ
પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના નિર્મલ નગર રોડ પર નાળું પહોળું કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ પર માટીના ઢગલા કરી દેવાતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામન
પાટણના નિર્મલ નગર રોડ પર નાળાની કામગીરી દરમ્યાન રસ્તો બંધ, સ્થાનિકોનો વિરોધ


પાટણ, 19 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરના નિર્મલ નગર રોડ પર નાળું પહોળું કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ પર માટીના ઢગલા કરી દેવાતા રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવેના નાળામાં પાણી ભરાયેલા હોવાથી લોકો માટે આ સર્વિસ રોડ જ એકમાત્ર વિકલ્પ હતો.

રસ્તો બંધ થતાં સ્થાનિક રહીશોએ રોષ વ્યક્ત કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નિવાસીઓના આક્રોશના પગલે પાટણ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પગલાં લેવા પડ્યા હતા. માટીના ઢગલા હટાવીને સર્વિસ રોડ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો હતો.

સ્થાનિકોની જણાવ્યા અનુસાર, કામગીરી દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇનને પણ નુકસાન પહોંચ્યું છે. તેમણે તાત્કાલિક પાઇપલાઇન રિપેર કરવાની માંગ ઉઠાવી હતી. સાથે સાથે ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં ફરી આવું થાશે, તો તેઓ નગરપાલિકા કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande