PM આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત 184 પરિવારોને મંજુરી પત્રો વિતરણ તથા સફાઈ યોદ્ધાઓના સન્માન સાથે ઘરનું સપનું સાકાર કરતો ભવ્ય કાર્યક્રમ
મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી શહેરમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત 184 લાભાર્થી પરિવારોને પોતાના ઘરનું ઘર બનાવવાની સહાય માટે મંજુરી પત્રો અપાયા. આ યોજનાથી સામાન્ય પરિવારોને સસ્તા અને સગવડભર્યા મકાનો મેળવ
PM આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત 184 પરિવારોને મંજુરી પત્રો વિતરણ તથા સફાઈ યોદ્ધાઓના સન્માન સાથે ઘરનું સપનું સાકાર કરતો ભવ્ય કાર્યક્રમ


મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી શહેરમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત 184 લાભાર્થી પરિવારોને પોતાના ઘરનું ઘર બનાવવાની સહાય માટે મંજુરી પત્રો અપાયા. આ યોજનાથી સામાન્ય પરિવારોને સસ્તા અને સગવડભર્યા મકાનો મેળવવામાં મદદ મળશે અને ઘરનું સપનું સાકાર થતું જોવા મળ્યું.

કાર્યક્રમ દરમ્યાન શહેરના સફાઈ યોદ્ધાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને અગ્રતા આપતા આ યોદ્ધાઓએ કોરોના મહામારી સહિત વિવિધ સંજોગોમાં અવિરત સેવા આપી છે. તેમના પરિશ્રમને માન આપી મોમેન્ટો અને પ્રમાણપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઘર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. PM આવાસ યોજનાથી માત્ર રહેઠાણ જ નહીં, પરંતુ જીવનની ગુણવત્તામાં સુધારો અને સામાજિક સુરક્ષા પણ પ્રાપ્ત થશે.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ, શહેરજનો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. આ પહેલ અમરેલીમાં ઘર વિનાના લોકોને સન્માનપૂર્ણ જીવન જીવવા માટેનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande