બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની હેરફેરના ગુનામાં છેલ્લા પાંચ મહીનાથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને હ્યુમન સોર્સ આધારે પેરોલ-ફર્લો સ્ક્વોડ અમરેલી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો
અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રએ દારૂબંધી કાયદા અમલમાં રાખવા માટે એક વધુ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇંગ્લીશ દારૂની હેરફેરના ગંભીર ગુનામાં સંકળાયેલા અને છેલ્લા પાંચ મહીનાથી કાયદાના હાથથી દૂર નાસતા
બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની હેરફેરના ગુનામાં છેલ્લા પાંચ મહીનાથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને હ્યુમન સોર્સ આધારે પેરોલ-ફર્લો સ્ક્વોડ અમરેલી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો


અમરેલી , 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં પોલીસ તંત્રએ દારૂબંધી કાયદા અમલમાં રાખવા માટે એક વધુ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઇંગ્લીશ દારૂની હેરફેરના ગંભીર ગુનામાં સંકળાયેલા અને છેલ્લા પાંચ મહીનાથી કાયદાના હાથથી દૂર નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પેરોલ-ફર્લો સ્ક્વોડે હ્યુમન સોર્સ પરથી મળેલી ચોક્કસ માહિતી આધારે ઝડપી પાડ્યો.

પોલીસ સૂત્રો અનુસાર આરોપી કાયદાથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. તેમ છતાં, પોલીસની સતત દેખરેખ અને માહિતીસુત્રોના સહકારથી આરોપીની હિલચાલ અંગે ચોક્કસ માહિતી મેળવી. ત્યારબાદ ખાસ રણનીતિ અપનાવી આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો.

આરોપી સામે અગાઉથી નોંધાયેલા દારૂના ગુનાઓની વિગતોની પણ તપાસ હાથ ધરાઈ રહી છે. આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.

આ કામગીરીથી સ્પષ્ટ થાય છે કે દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોને પોલીસ કોઈપણ રીતે છોડશે નહીં. પેરોલ-ફર્લો સ્ક્વોડ અમરેલીની આ કામગીરીથી જિલ્લાભરમાં પોલીસ તંત્ર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને ગુનાહિત તત્વોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande