પોરબંદરનો યુવાન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષામાં દેશમાં પ્રથમ સ્થાને.
પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના આદિત્યાણા ગામના કોળી સમાજના યુવાન નિલેશ સોલંકીએ ન્યૂ દિલ્હી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી નર્સિંગ સુપ્રીટેન્ડન્ટની પરીક્ષામાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા અભિનદન વર્ષા કરવામાં આવી હતી. મૂળ રાવલ ગામ
પોરબંદરનો યુવાન રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષામાં દેશમાં પ્રથમ સ્થાને.


પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદરના આદિત્યાણા ગામના કોળી સમાજના યુવાન નિલેશ સોલંકીએ ન્યૂ દિલ્હી રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા લેવાયેલી નર્સિંગ સુપ્રીટેન્ડન્ટની પરીક્ષામાં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા અભિનદન વર્ષા કરવામાં આવી હતી. મૂળ રાવલ ગામના રહીશ અને હાલ પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા કોળી સમાજના નિલેશકુમાર સામત ભાઈ સોલંકીએ ન્યૂ દિલ્હી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી નર્સિંગ સુપ્રીટેન્ડન્ટની પરીક્ષામાં દેશમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ પોરબંદર જિલ્લા સહીત દેશનું ગૌરવ વધારવા બદલ આભિનંદન વર્ષા થઇ છે. પોરબંદરના આદિત્યણા ગામે તેઓના માતા શાંતિબેન અને પિતા સામતભાઈ સામાન્ય મજૂરી કામ કરે છે. નિલેશ સોલંકીએ આર્થિક કપરી પરિસ્થિતિમાં આ નર્સિંગમાં પોસ્ટ બેઝિક નર્સિંગનો અભ્યાસ કરી આજના યુવાનો માટે રોલ મોડેલ બન્યા છે. પોરબંદર જિલ્લા અને કોળી સમાજનું ગૌરવ વધારવા બદલ રાવલ ગામ કોળી સમાજના અગ્રણી તથા પોરબંદર જિલ્લા કોળી સમાજ અગ્રણી રામદેવભાઈ કાગડિયા, પોરબંદર જિલ્લા કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ડાકી, પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખ રામભાઈ બગીયા, પોરબંદર છાંયાપ્લૉટ ઘેડીયા કોળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દેવાયતભાઈ વાઢિયા, પોરબંદર જિલ્લા કોળી સમાજ રત્ન જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા સહિતના સમાજના એગ્રણીઓએ આભિનંદન સાથે શુભેચ્છઓ પાઠવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande