જામનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) :
જામનગરમાં નિલકમલ સોસાયટી નજીક કૈલાશ નગરમાં રહેતા નિલેશ અરજણભાઈ કરમુર સામે ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં અદાલતે તેને બે વર્ષની સજા ફટકારી હતી. પરંતુ આરોપી હાજર થયો ન હતો, અને નાસ્તો ફરતો રહ્યો હતો.
જામનગર એસ.ઓ.જી. શાખાની ટુકડી દ્વારા ફરાર આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે, ત્યારે ઉપરોક્ત ફરાર આરોપી નિલેશ કરમુરને મેહુલનગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો, અને તેને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt