ભાવનગર, 2 સપ્ટેમ્બર (હિ.સ.) દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ સ્ટેશન પર ચાલી રહેલા સ્ટેશન પુનર્વિકાસ કાર્યને કારણે પોરબંદર-સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન (20968/20967) ના ટર્મિનલ સ્ટેશનને રેલવે પ્રશાસન દ્વારા અસ્થાયી રૂપે બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ ટ્રેનને પૂર્વ નિર્ધારિત ટર્મિનલ સ્ટેશન મુજબ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર વિગતવાર માહિતી આ મુજબ છેઃ
1. દર મંગળવારે પોરબંદરથી ચાલતી ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 28.10.2025 થી પોરબંદર સ્ટેશનથી રાત્રે 01.15 કલાકે પ્રસ્થાન કરશે અને સિકંદરાબાદ સ્ટેશન પર બીજા દિવસે સવારે 08.00 કલાકે પહોંચશે.
2. વાપસીમાં, દર બુધવારે સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર સુપરફાસ્ટ સાપ્તાહિક ટ્રેન 29.10.2025 થી સિકંદરાબાદ સ્ટેશનથી પ્રસ્થાન કરશે. આ ટ્રેન સિકંદરાબાદ સ્ટેશનથી બપોરે 15.10 કલાકે પ્રસ્થાન કરીને બીજા દિવસે રાત્રે 21.50 કલાકે પોરબંદર સ્ટેશન પહોંચશે.
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનના ઠેરાવો, સંરચના તથા સમય પત્રક અંગેની વિગતવાર માહિતી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ