ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)
જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સ્ટેટ ઇમ્યુનાઇઝેશન ઓફિસર ડો. કમલેશ પરમારના અધ્યક્ષસ્થાને ઈણાજ આરોગ્ય વિભાગ ખાતે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે સ્વાસ્થ્યલક્ષી સેવાઓ અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એન. બરુઆ તેમજ આર.સી.એચ. ઓફિસર શ્રી ડો. અરુણકુમાર રોયની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આરોગ્યલક્ષી સેવાઓ અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું.
આ સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લાની આરોગ્ય સેવાઓ અને ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને આગામી યોજના અને સુધારણા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી ગામ અને શહેર સ્તરે આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પ્રદાન કરી શકાય.
ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરીને મજબૂત બનાવવા અને સ્થાનિક સ્તરે આરોગ્ય કાર્યક્રમોનું સમન્વય સુનિશ્ચિત કરવા માટે આ બેઠક એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ