ગીર સોમનાથ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મળશે
ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.) સરકારનો હેતુ અનુસૂચિત જાતિના નબળી આર્થીક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. આ હેતુ અન્વયે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ
ગીર સોમનાથ જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મળશે


ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)

સરકારનો હેતુ અનુસૂચિત જાતિના નબળી આર્થીક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે.

આ હેતુ અન્વયે જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદન કાચું, ગાર-માટીનું, ઘાસપૂળાનું, કૂબા ટાઇપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર કુટુંબને મકાન બાંધવા માટે રૂપિયા ૧,૭૦,૦૦૦/- (એક લાખ સિત્તેર હજાર) ની સહાય ચાર હપ્તામાં મળવાપાત્ર છે.

જે અન્વયે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ : https://esamajkalyan.gujarat.gov.inપર ઓનલાઈન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.

આ પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. વધુ માહિતી માટે જે-તે તાલુકાના સમાજ કલ્યાણ નીરિક્ષક અથવા સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, ગીર સોમનાથ ઈણાજ, તા. વેરાવળ ખાતે સંપર્ક કરવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત, ગીર સોમનાથની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande