ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)
મેજર ધ્યાનચંદની જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી નિમિતે ગીર સોમનાથ જિલ્લામાં ત્રિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રમતોત્સવના દ્વિતિય દિવસે વોલીબોલ, બેડમિન્ટન સહિતની ટૂર્નામેન્ટ યોજાઈ હતી.
હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાનની થીમ સાથે યોજાયેલા રમતોત્સવના દ્વિતિય દિવસે નગરપાલિકા સ્પોર્ટ્સ કોમ્પેલક્સ ખાતે બેડમિન્ટન, સોમનાથ બીચ ખાતે બીચ વોલિબોલ, તાલાળા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે ચેસ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી.
આ રમતોના અંતે ભાગ લેનાર વિજેતા ટીમ અને સ્પર્ધકોને મેડલ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.
વિવિધ સ્થળોએ યોજાયેલી ટૂર્નામેન્ટમાં ડી.વાય.એસ.પી ચેતન ખટાણાં, રમતગમત અધિકારી શ્રી કાનજી ભાલિયા, સરપંચ, અગ્રણીઓ સહિત વિવિધ ટીમોના સભ્યો, કોચ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ત્રિ-દિવસીય રમતોત્સવના અંતિમ દિવસે ‘સન્ડે ઓન સાઈકલ’ અંતર્ગત સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ ખાતેથી સવારે ૯.૦૦ કલાકેથી પ્રસ્થાન કરશે અને ત્યાંથી સરકારી હોસ્પિટલ થઈ કે.કે.મોરી, બજાજ શો-રૂમ થઈ બસસ્ટેન્ડથી પરત સંસ્કૃત યુનિવર્સિટી ફરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ