ગીર સોમનાથ, 2 સપ્ટેમ્બર (હિ.સ.)
નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે તાલાલા અને કોડીનાર ખાતે સન્ડે ઓન સાયકલ અંતર્ગત સાઈકલ રેલી યોજાઈ હતી.
તાલાલા તાલુકામાં મામલતદાર કચેરીથી તાલાલા બસ સ્ટેન્ડ સુધી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ તથા તાલાલા તાલુકાના સાઇકલિસ્ટોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
જ્યારે કોડીનાર તાલુકામાં મામલતદાર કચેરી કોડીનાર થી મૂળ દ્વારકા સુધી સાયક્લોથોન યોજાઈ હતી. આ સાઈકલ રેલીમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, પોલીસ વિભાગના કર્મચારીઓ તેમજ સોમનાથ સાયકલ ગૃપ પીપળી સહિતના નાગરિકોએ ભાગ લીધો હતો.
અગ્રણીઓ અને મહાનુભાવોએ આ સાયકલ રેલીમાં જોડાઈ ફિટ ઈન્ડિયા અભિયાન તથા શારીરિક તંદુરસ્તી માટે રમત ગમતને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા માટેનો પ્રેરણારૂપ સંદેશો પૂરો પાડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ