માધવપુર–અમદાવાદ એસટી બસ સેવાનો પ્રારંભ.
પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લો વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તાજેતરમાં, સરકાર દ્વારા જિલ્લાની જનતા માટે મહત્વપૂર્ણ પરિવહન સુવિધા ઉમેરવામાં આવી છે.માંગરોળ–માળીયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની રજૂઆતને ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્ય માર્ગ
માધવપુર–અમદાવાદ એસટી બસ સેવાનો પ્રારંભ.


માધવપુર–અમદાવાદ એસટી બસ સેવાનો પ્રારંભ.


પોરબંદર, 2 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લો વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તાજેતરમાં, સરકાર દ્વારા જિલ્લાની જનતા માટે મહત્વપૂર્ણ પરિવહન સુવિધા ઉમેરવામાં આવી છે.માંગરોળ–માળીયાના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાની રજૂઆતને ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય કરીને માધવપુર-અમદાવાદ રૂટની બસ સાંજે 08:20 વાગ્યાની બસ સેવા શરૂ કરવામાં આવી છે.

ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયા, મર્ચન્ટ એસોસિએશન પ્રમુખ જીત મજેઠીયા,વેપારી અગ્રણીઓ સહીતના મહાનુભવો દ્વારા માધવપુર ખાતે ઉપસ્થિત રહીને માધવપુર-અમદાવાદ રૂટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આ બસ સેવા શરૂ થવાથી માધવપુર અને આસપાસના 25થી વધુ ગામોના લોકોને સીધી પરિવહન સુવિધા ઉપલબ્ધ થશે. આ બસ સેવા માધવપુરથી વેપાર, રોજગાર, શિક્ષણ તેમજ આરોગ્ય હતુ માટે અમદાવાદ જતા લોકો માટે લાભદાયી બનશે. આ બસ સેવા માધવપુરથી માંગરોળ, કેશોદ, જુનાગઢ, રાજકોટ, લીંબડી માર્ગે અમદાવાદ સુધી દોડશે.જે માધવપુરથી 8.20કલાકે પ્રસ્થાન કરશે.ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં છેવાડાના ગ્રામીણ લોકોને રાજ્યના મુખ્ય શહેર સુધી સીધી વાહન વ્યવહાર કનેક્ટિવિટી જોડીને ગ્રામીણ નાગરિકોની મુસાફરી વધુ સુવિધાજનક અને ઝડપી બનાવવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande