મહેસાણા, 2 સપ્ટેમ્બર (હિ.સ.)
આગામી સમયમાં યોજાનાર નોર્થ ગુજરાત રીજીયોનલ વાયબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને આજે જિલ્લામાં પૂર્વ આયોજનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ ઉદ્યોગિક એસોસિએશન તથા ઉદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બેઠકનો મુખ્ય હેતુ ઉદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નો, પડકારો અને શક્યતાઓ અંગે ચર્ચા કરવાનો હતો. ઉદ્યોગકારોએ પોતાના પ્રશ્નો તથા સૂચનો રજૂ કર્યા હતા, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, પાણી-વીજળીની સમસ્યા, ટ્રાન્સપોર્ટેશન, કુશળ માનવશક્તિની ઉપલબ્ધિ જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો હતો.
અધિકારીઓએ ઉદ્યોગિક એકમોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી શક્ય તેટલા વહેલા નિરાકરણ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સાથે જ સમિટને સફળ બનાવવા માટે જિલ્લા સ્તરે ઉદ્યોગકારો સાથે સતત સંવાદ જાળવવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.
આ બેઠક દ્વારા સ્પષ્ટ સંદેશ ગયો કે, નોર્થ ગુજરાત રીજીયોનલ વાયબ્રન્ટ સમિટ માત્ર રોકાણ આકર્ષવા માટે નહીં પરંતુ સ્થાનિક ઉદ્યોગોને મજબૂત બનાવવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. ઉદ્યોગકારોમાં આ બેઠક બાદ આશાવાદી માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR