નવસારીના ગણેશચોકના શ્રી ગણેશ યુવક મંડળે પોતાના પંડાલમાં ઓપરેશન સિંદુર” થીમને સ્થાન આપ્યું
નવસારી, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-નવસારી મહાનગરપાલિકા વિસ્તારના ગણેશચોક સ્તિથ શ્રી ગણેશ યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવને એક અનોખી ઓળખ આપી છે. પંડાલમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના સાથે “ઓપરેશન સિંદુર” ની થીમ રજૂ કરવામાં આવી છે, જે દેશના જવાનોનું શૌર્ય, બહાદુર
ઓપરેશન સિંદુર” થીમને સ્થાન આપ્યું


નવસારી, 2 સપ્ટેમ્બર (હિ.સ.)-નવસારી મહાનગરપાલિકા વિસ્તારના ગણેશચોક સ્તિથ શ્રી ગણેશ યુવક મંડળે આ વર્ષે ગણેશોત્સવને એક અનોખી ઓળખ આપી છે. પંડાલમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના સાથે “ઓપરેશન સિંદુર” ની થીમ રજૂ કરવામાં આવી છે, જે દેશના જવાનોનું શૌર્ય, બહાદુરી અને બલિદાનને યાદ કરાવે છે. આ થીમ દ્વારા યુવાનો અને મુલાકાતીઓને દેશપ્રેમ તથા રાષ્ટ્રભક્તિનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

ગણેશજીની મૂર્તિની આગળ “ભારતીય હો,તો ભારતીય પેદાશ ખરીદો” જેવા આત્મનિર્ભર ભારતના સ્લોગન લગાવવામાં આવ્યા છે. આ સંદેશ દ્વારા યુવક મંડળે જનમાનસને દેશી પેદાશોના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યા છે, જેથી દેશની આર્થિક પ્રગતિમાં સામાન્ય નાગરિકો પણ પોતાનું યોગદાન આપી શકે.

વિશેષરૂપે, પંડાલમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકનો ફોટો મૂકવામાં આવ્યો છે. તિલકજીએ સામાજિક અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહિત કરવા માટે જાહેર ગણેશોત્સવની પરંપરા શરૂ કરી હતી. તેમની યાદ સાથે યુવક મંડળે ગણેશ મંડળોના પ્રારંભકર્તા તથા રાષ્ટ્રજાગૃતિના પ્રણેતા પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી છે.

ગણેશોત્સવ હંમેશા ભક્તિ સાથે સાથે સામાજિક જાગૃતિનો તહેવાર રહ્યો છે. તેથી આ નવસારીના શ્રી ગણેશ યુવક મંડળનું પંડાલ માત્ર ધાર્મિક ભક્તિ માટેનું કેન્દ્ર નહીં, પરંતુ દેશના ગૌરવ, આત્મનિર્ભર ભારત અને જનજાગૃતિ માટેનો પ્રેરણાદાયી માધ્યમ બની રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande