મહેસાણા Gujarat, 2 સપ્ટેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવા રાજ્ય કક્ષાના આરોગ્ય અધિકારીઓએ મુલાકાત લીધી. Dr. Ajay Parekh (Medical Officer, Telemedicine, HWC, NCD) તથા Dr. Ujjval Rana (State Program Manager) મહેસાણા જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરવા આવ્યા હતા. આ દરમ્યાન તેમણે PHC જગુદણ, UPHC માનવ આશ્રમ અને HWC ગોઝારીયા-૨ ખાતે પહોંચીને NP-NCD પ્રોગ્રામના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.
મુલાકાત દરમિયાન સંબંધિત આરોગ્ય સ્ટાફ સાથે સંવાદ સાધી, દૈનિક કામગીરી, દર્દીઓને આપવામાં આવતી સારવાર, રોગપ્રતિકારક પગલાં તથા ડિજિટલ હેલ્થ સુવિધાઓના ઉપયોગ અંગે વિશેષ સૂચનો આપવામાં આવ્યા. તેમણે ખાસ કરીને Non-Communicable Diseases (NCD) સંબંધિત સેવા પ્રદાનમાં કાર્યક્ષમતા વધારવા માટે પ્રોત્સાહન આપ્યું.
આવી મુલાકાતો દ્વારા જિલ્લા આરોગ્ય તંત્રને પ્રેરણા મળતી હોવા સાથે સેવાઓમાં સુધારો કરવા નવી દિશા મળે છે. રાજ્ય કક્ષાના નિરીક્ષણ અને માર્ગદર્શનથી ગામડાના સ્તરે આરોગ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદરૂપ થવાનું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR