સફાઈકર્મીઓ દ્વારા સ્વચ્છતા માટે વિશેષ કામગીરી
મહેસાણા 2 સપ્ટેમ્બર (હિ.સ.) ભાદરવી પૂનમ મહામેળો 2025 ''આસ્થા તમારી, વ્યવસ્થા અમારી'' સૂત્ર સાથે આ વર્ષે અંબાજી ખાતે મહામેળાની તૈયારીઓમાં વિશેષ ભાર સ્વચ્છતા વ્યવસ્થા પર આપવામાં આવી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર,
સફાઈકર્મીઓ દ્વારા સ્વચ્છતા માટે વિશેષ કામગીરી


મહેસાણા 2 સપ્ટેમ્બર (હિ.સ.)

ભાદરવી પૂનમ મહામેળો 2025 'આસ્થા તમારી, વ્યવસ્થા અમારી' સૂત્ર સાથે આ વર્ષે અંબાજી ખાતે મહામેળાની તૈયારીઓમાં વિશેષ ભાર સ્વચ્છતા વ્યવસ્થા પર આપવામાં આવી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓના આગમનને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર, ગબ્બર, અંબાજી ગામ અને મુખ્ય માર્ગો પર સફાઈ માટે વિશાળ આયોજન અમલમાં મૂકાયું છે.

મહામેળા દરમિયાન 80 જેટલા ટ્રેક્ટરો તથા અંદાજે 1500 સફાઈકર્મીઓની ટીમ તહેનાત કરવામાં આવી છે. આ ટીમો સતત શિફ્ટોમાં કામ કરી શ્રદ્ધાળુઓને સ્વચ્છ અને આરોગ્યદાયક વાતાવરણ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. સાથે જ કચરાના ઝડપી નિકાલ માટે ખાસ વાહનો તથા ડસ્ટબિનની વ્યવસ્થા કરવામાં આવી છે.

મહામેળાની સફાઈ કામગીરીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે સમગ્ર વિસ્તારને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોન માટે નિમાયેલા અધિકારીઓ મોનિટરિંગ કરી રહી છે, જેથી કોઈ પણ પ્રકારની બેદરકારી ન થાય.

અધિકારીઓએ જણાવ્યું કે, “મહામેળામાં સ્વચ્છતા પાયાની અને મહત્ત્વની બાબત છે. શ્રદ્ધાળુઓને આરામદાયક વાતાવરણ મળે તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે.”

આ રીતે ભાદરવી પૂનમ મહામેળા 2025 માં ભક્તિ સાથે સ્વચ્છતાનું સંકલન દેખાઈ રહ્યું છે, જે આસ્થાને નવી ઊંચાઈ પર લઈ જાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande