વડોદરા મુર્તિ પર ઈંડા ફેકવાના મામલે મહિલાની અટકાયત.
વડોદરા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી સંવેદનશીલ ઘટનામાં ગણપતિની મૂર્તિ પર ઇંડા ફેંકવામાં આવ્યા બાદ સમગ્ર શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતત તપાસમાં લ
વડોદરા મુર્તિ પર ઈંડા ફેકવાના મામલે મહિલાની અટકાયત


વડોદરા, 2 સપ્ટેમ્બર (હિ.સ.) વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી સંવેદનશીલ ઘટનામાં ગણપતિની મૂર્તિ પર ઇંડા ફેંકવામાં આવ્યા બાદ સમગ્ર શહેરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતત તપાસમાં લાગી ગયું હતું. અત્યાર સુધીમાં આ કેસમાં મુખ્ય આરોપી જુનેદ સિંધીને અજમેરથી ઝડપી લેવામાં આવ્યો હતો. હવે આ કાવતરામાં તેની માતા સાદિકા સિંધીની સંડોવણી પણ બહાર આવતા પોલીસે તેમની પણ અટકાયત કરી છે.

મળતી માહિતી અનુસાર, સાદિકા સિંધી માત્ર જાણકારી ધરાવતી જ નહોતી, પરંતુ કાવતરાના આયોજનમાં પણ સામેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે તેમને કસ્ટડીમાં લઇ વધુ પૂછપરછ શરૂ કરી છે જેથી પાછળ રહેલા અન્ય હાથ અને કાવતરાની ગહન વિગતો બહાર આવી શકે.

વિશેષ ચર્ચાનો વિષય એ છે કે સાદિકા સિંધીના ભાજપના કેટલાંક નેતાઓ સાથે નજીકના સંબંધો હોવાનું પણ સામે આવ્યું છે. આ કારણે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. જો કે, આ સંબંધો ફક્ત સામાજિક સ્તરે છે કે કેસ સાથે સંકળાયેલા છે તે અંગે પોલીસે હજી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

આ સમગ્ર ઘટનાએ સમાજમાં ભારે રોષ પેદા કર્યો છે. ધાર્મિક મૂર્તિ સાથે આવું અશ્રદ્ધાજનક વર્તન કરનારાઓ સામે કડક પગલા લેવા માગ સાથે અનેક સંસ્થાઓ આગળ આવી છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કાવતરામાં જે કોઈ સંડોવાયેલા હશે તેમના સામે કાયદેસરની કાર્યવાહી થશે.

હાલ કેસની તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. વડોદરા પોલીસ આ ઘટનાને માત્ર ધાર્મિક લાગણીઓ પર હુમલો નહીં પરંતુ કાવતરાગરી તરીકે જોઈ રહી છે અને દરેક કોણથી તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande