જુનાગઢ, 22 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ નવરાત્રીના આગમન પૂર્વેની અંતિમ કલાકોમાં જુનાગઢવાસીઓ ખરીદી કરતા બજારમાં જોવા મળ્યા હતા. અમદાવાદ બરોડા સુરત રાજકોટ જેવા મેગા સીટી ની જેમ હવે ધીમે ધીમે અર્વાચીન નવરાત્રી તરફ જુનાગઢવાસીઓ આગળ વધતા હોય નવરાત્રી મહોત્સવ માટે પરંપરાગત ટ્રેડિશનલ કપડાની ખરીદી કરતા બજારમાં જોવા મળ્યા હતા. જોકે આ વખતે હવામાન વિભાગ દ્વારા નવરાત્રિના દિવસો દરમિયાન વરસાદ ની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પરંપરાગત ટ્રેડિશનલ કપડાની ખરીદીની બજારમાં મધ્યમ પરિસ્થિતિ જોવા મળી હતી.
જુનાગઢ માંગનાથ રોડ વિસ્તાર કે જે દરેક સિઝન માં ખરીદી માટેનું એક હબ ગણાય છે જુનાગઢ શહેર સિવાયના જિલ્લાના આજુબાજુના ગામડામાંથી
તેમજ દૂર દૂરથી આ બજારમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે પરંતુ આ વખતે નવરાત્રિમાં સિઝન થોડી નબળી હોવાનું પણ કેટલાક વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો કેટલાક ખરીદી કરવા આવેલા બહેનોએ વાતચીતમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગે વરસાદની ભલે જે આગાહી કરી હોય તે અને વરસાદ અને કદાચ આવવું હોય તો દિવસના આવે અને રાત્રે વિરામ લે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ અને જો કદાચ રાત્રિને પણ વરસાદ આવશે તો ગુજરાતીઓ છીએ વરસાદમાં પણ ગરબે રમીશું તો ખરા જ એકંદરે ગુજરાતીઓની ઓળખ ગણાતો તહેવાર નવરાત્રી આ વખતે જુનાગઢ શહેર તેમજ જિલ્લાભરમાં કંઈક અલગ જ રીતે જોવા મળે તો નવાઈ ન કહી શકાય આ વખતે નવરાત્રીની ખરીદીમાં બજારમાં યુવાઓ માટે ટ્રેડિશનલ ની સાથે સાથે કચ્છી વિન્ટેજ ટ્રેન્ડી સહિતની વેરાઈટીઓ બજારમાં જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ