પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામા વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોરબંદરના બોખીરા વિસ્તારમા રીલાયન્સ પેટ્રોલ પંમ્પ નજીકથી પસા થતા મુરૂ ઉર્ફે બાબુ જીવા મોઢવાડીયા નામના શખ્સને ઉદ્યોગનગર પોલીસે શંકાના આધારે રોકી તલાશી લેતા તેમના કબ્જમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-11 કિંમત રૂ.8129 સાથે ઝડપી લીધો હતો.
આ દારૂની બોટલ બાવળવાવ નેશ વિસ્તારમાં રહેતા બાવન કાના કટારાએ આપી હોવાની કબુલાત આપતા પોલીસે આ શખ્સ વિરૂધ્ધ પણ ગુન્હો નોંધયો હતો પોરબંદરના ત્રણ માઈલ નજીક આવેલા જય શકિત ટ્રક ગેરજમા પોલીસ દરોડો પાડી હરસુખ મોહન જોષી નામના શખ્સને બિયરના ટીન નંગ-05 કિંમત રૂ.615ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો અન્ય એક બનાવમા પોરબંદરના છાયા બિરલા રોડ પર રહેતા ભરત વેજા કારાવદરા નામના શખ્સને રાણાવાવ પોલીસે ગોપાલપર વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-01 કિંમત રૂ. 400 સાથે ઝડપી લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya