પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ વૈજ્ઞાનિક સંશોધનક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટીના કુલપતિના માર્ગદર્શન હેઠળ સંશોધન કરનાર ડૉ. મીનલબેન વાંસીયા હાલ સાર્વજનિક યુનિવર્સિટી, સુરતના ભૌતિકશાસ્ત્ર વિભાગમાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે.
તેમના ત્રણ સંશોધન પત્રો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. જેમાં પ્રથમ બે પત્રો 'જર્નલ ઓફ ઈમરજીંગ ટેકનોલોજી એન્ડ ઇનોવેટીવ રિસર્ચ'માં પ્રકાશિત થયા છે, જેનો ઇમ્પેક્ટ ફેક્ટર 7.95 છે. આ પેપર્સમાં થાયોયુરિયા સિંગલ ક્રિસ્ટલના થર્મોડાયનેમિક ફંક્શન્સ અને અલ્ટ્રા-વાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપીક અભ્યાસ અંગે સંશોધન કરવામાં આવ્યું છે.
ત્રીજું પેપર 'ઇન્ટરનેશનલ જર્નલ ફોર રિસર્ચ ઇન એપ્લાઈડ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ ટેકનોલોજી'માં પ્રકાશિત થયું છે, જેનો ઇમ્પેક્ટ ફેક્ટર 7.429 છે. આ સંશોધન થાયોયુરિયા સિંગલ ક્રિસ્ટલના મિકેનિકલ પેરામીટર્સને આધારે કરવામાં આવ્યું છે. ખાસ ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના કુલપતિ શ્રી વિના વેતન દર અઠવાડિયે બે કલાક ભૌતિકશાસ્ત્ર વિભાગમાં વ્યાખ્યાન આપે છે, જે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ