પાટણ, 24 સપ્ટેમ્બર (હિ.સ.): ચાણસ્મા તાલુકાના એક ગામમાં કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ફરિયાદીના કુટુંબી ભાઈએ આરોપીની પત્નીને ભગાડી જતાં વિવાદ ઊભો થયો હતો. આ મુદ્દે આરોપીઓએ ફરિયાદી પાસે પૂછપરછ કરી હતી, જેના જવાબમાં ફરિયાદીએ પોતે આ મામલે અજાણ હોવાનું જણાવ્યું હતું.
આ વાતથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને લઈ ફરિયાદીએ ચાણસ્મા પોલીસ મથકે અરજી નોંધાવી છે.
પોલીસે ફરિયાદના આધારે તમામ છ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 296(બી), 351(3) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ