રાણાવાવ નગરપાલિકા દ્વારા, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ.
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા- 2025 અભિયાન અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વામી નારાયણ મંદિર, રાણાવાવ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ શિબિરમાં વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનક્રિયાની વિગતવાર સ
રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ.


રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ.


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા- 2025 અભિયાન અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વામી નારાયણ મંદિર, રાણાવાવ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોગ શિબિરમાં વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનક્રિયાની વિગતવાર સમજ આપીને જનજાગૃતિ ફેલાવી હતી. આરોગ્યપ્રદ જીવન માટે યોગનું મહત્વ સમજાવ્યુ હતું અને સ્વચ્છતા વિશે જાણકારી આપી હતી.યોગ શિબિર સહિતના કાર્યક્રમો દ્વારા જનમાનસમાં સ્વચ્છતા, આરોગ્ય અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવા સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વરછતાના સંદેશને વ્યાપક બનાવવા રાણાવાવ નગરપાલિકાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande