બળાત્કારના આરોપી આસારામનો ફોટો મૂકી આરતી પુજાઈ કરાઈ, આસારામની આરતીના વાયરલ થયેલા વીડિયોમાં પીડિયાટ્રિક વિભાગના વડા પણ દેખાયા
સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-માં અંબેના નવરાત્રી પર્વ દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં છે.કોઈ ભગવાનની પૂજા અર્ચના કરવાને બદલે અહીં સ્ટેમસેલ બિલ્ડિંગની બહાર બળાત્કારના આરોપી આસારામનો ફોટો મૂકી તેની સામે આરતી કરવામાં આવી રહ
આસારામના ફોટા સામે આરતી


સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-માં અંબેના નવરાત્રી પર્વ દરમિયાન શહેરની સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યાં છે.કોઈ ભગવાનની પૂજા અર્ચના કરવાને બદલે અહીં સ્ટેમસેલ બિલ્ડિંગની બહાર બળાત્કારના આરોપી આસારામનો ફોટો મૂકી તેની સામે આરતી કરવામાં આવી રહી હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.એટલુંજ નહીં અંધભક્તિ’ની પરાકાષ્ઠામાં લિન બનેલા વીડિયોમાં દેખાતા લોકો સામે પણ ફિટકાર વરસાવામાં આવી રહી છે,જયારે ચોંકાવનારી વાત તો એ છે કે આસારામની આરતીના વાયરલ થયેલા વીડિયોમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક ( બાળરોગ વિભાગ) વિભાગના વડા ડો.જીગીશા પાટડીયા પણ દેખાઈ રહ્યા છે.નવી સિવિલ હોસ્પિટલમાં જ આસારામની આરતી કરી અંધભક્તિની પરાકાષ્ટા પાર કરનારા આ મામલા અંગે સુપ્રીટેન્ડેડન્ટ ખુદ અજાણ હોવાનું જાણવા મળ્યું હતુ.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવી સિવિલ હોસ્પિટલ જે દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ સ્થાન તરીકે કહેવામાં આવે છે.અહીં દર્દીઓની સુખાકારી માટે ભગવાનની પૂજા અર્ચના તેમજ સત્યનારાયણની કથાઓ કરવામાં આવતી હોય છે.આ આશીર્વાદ સમાન સ્થળે બળાત્કારના આરોપી આસારામના ફોટા સામે આરતી કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે.આસારામના કેટલાક અંધભક્તોના એક ગ્રુપ દ્વારા સ્ટેમસેલ બિલ્ડીંગના ગેટ પાસે ટેબલ મૂકી તેની ઉપર આસારામનો ફોટો મૂકી આરતી કરતા જોવા મળ્યા હતા..એટલુંજ નહીં આરતીના આ કાર્યક્ર્મમાં હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ,નર્સીંગ સ્ટાફ સહિતના કેટલાક કર્મચારીઓ પણ દેખાયા હતા,પરંતુ સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ હતી કે વીડિયોમાં હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગના વડા ડો.જિગીષા પાટડિયા પણ તેમાં દેખાઈ રહ્યા હતા.એક બાજુ તો આ તમામ લોકો બળાત્કારના આરોપી આસારામના ફોટા સામે આરતીમાં જોડાયા હતા,ત્યારે કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો.હોસ્પિટલની અંદર આ પ્રકારનો કાર્યક્રમ થતા હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ સામે પણ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.એટલુંજ નહીં પણ આ પ્રકારની ગંભીર અને વિવાદાસ્પદ ઘટના અંગે સચોટ અને સાચી હકીકતો જાણવા માટે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને આરએમઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા તેઓ દવારા કોલ રિસીવ કરવાની તસ્દી પણ નહીં લેવામાં આવી હતી અને સાચી હકીકતોથી વાકેફ કરાવવા માટે કોઈ પ્રકારની ગંભીરતા પણ દાખવવામાં નહીં આવી હતી..

ફ્રૂટ વિતરણના કાય્રકમમાં આસારામની આરતી કરાઈ હતી.

સૂત્રો દ્વારા આ સમગ્ર ઘટના અંગે એવું પણ જાણવા મળ્યુ હતું કે, ફ્રૂટ વિતરણ માટે મૌખિક રીતે પરમિશન લેવામાં આવી હતી.જોકે ફ્રૂટ વિતરણની સાથો સાથ સ્ટેમસેલ બિલ્ડિંગની બહાર ગેટ પાસે આસારામના કેટલાક ભક્તો દ્વારા ટેબલ ઉપર ફોટો મૂકી આરતી શરૂ કરી દેવામાં આવી હતી.આ વાત ધ્યાને આવતા જ સિક્યુરિટી ગાર્ડ અને સીએમઓને આરતીના સ્થળે મોકલવામાં આવ્યા હતા અને તાત્કાલિક બંધ કરાવવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande