અંબાજી મંદિર ચાચર ચોકમાં મુસ્લિમ ગાયિકા એ ધૂમ મચાવી, માતાજી ના ગરબા ગાઈ ફરીદા મીર ભાવુક થઇ.....
અંબાજી23 સપ્ટેસ્બર (હિ. સ)વર્ષ દરમિયાન આમ તો કુલ 4 નવરાત્રી આવે છે જેમાં આસો સુદની શારદીય નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે અને ખેલૈયાઓ ગરબા રમવા શહેરોમાં પાર્ટી પ્લોટોમાં ગરબા નું આયોજન થતું હોય છે ત્યારે શક્તિપીઠ અં
Ambaji ma garba ni ramzat


Ambaji ma garba ni ramzat


Ambaji ma garba ni ramzat


અંબાજી23 સપ્ટેસ્બર (હિ. સ)વર્ષ દરમિયાન આમ તો કુલ 4 નવરાત્રી આવે છે જેમાં આસો સુદની

શારદીય નવરાત્રીની ખેલૈયાઓ ભારે આતુરતાથી રાહ જોતા હોય છે અને ખેલૈયાઓ ગરબા રમવા

શહેરોમાં પાર્ટી પ્લોટોમાં ગરબા નું આયોજન થતું હોય છે ત્યારે શક્તિપીઠ અંબાજી

મંદિરના ચાચરચોકમા ગરબા રમવાનો આનંદ અલગ જ છે આજે પ્રથમ નવરાત્રી એ અંબાજી મંદિર

ના ચાચરચોકમા બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર,મંદિર ટ્રસ્ટના અધિક કલેકટર કૌશિક

મોદી તેમજ નવયુગ પ્રગતિ મંડળના અધ્યક્ષમહેશ પંડ્યા સહિત ફરીદામીર દ્વારાપ્રથમ માતાજીની આરતી ઉતારીને

સ્ટેજ ઉપર દીપ પ્રાગટય કરી 10 દિવસીય શારદીય નવરાત્રી મહોત્સવ ને ખુલ્લો મુક્યો હતો આજે

નવરાત્રીનો પ્રથમ દિવસ હોવા છતાં મંદિરનો ચાચરચોક માં હજજારો લોકોથી ચાચર મુસ્લિમ

ગાયીકા ફરીદામીર ના સથવારે હિલોળે ચડ્યું હતું જોકે આજે શરૂ થયેલા આ નવરાત્રી

મહોત્સવ ને ખુલ્લો મુકતા અધિક કલેક્ટર કૌશિક મોદી એ જણાવ્યું હતું કે દર વર્ષે નવ

યુવાનો નવ દિવસની મોજ કરે છે ત્યારે આ વખતે દસ દિવસ ગરબા ની મોજ કરશે એટલું જ નહીં

આ વખતે નોરતાના પ્રથમ દિવસે મુસ્લિમ ગાયિકા ફરીદામીર એ પોતાના સ્વરમાં ખેલૈયાઓને

ડોલાવ્યા હતા અને ફરીદામીર એ જણાવ્યું હતું કે હું એક મુસ્લિમ ગાયક હોવા છતાં

માતાજીના ચાચર ના ચોકમાં માતાજીના ગુણગાન કરી પોતાને ધન્ય માનું છું હું મારા ઘરે

તો નથી કરી શકતી પણ ચોસઠ જોગણી ઓ ને માનું છું અને પ્રથમ નોરતે માતાજીના ચાર ચાર

ચોકમાં ગરબા ગાવાનો મોકો મળ્યો તે માનો ઉપકાર માનો છો સાથે આટલા શબ્દો કહેતા એક

મુસ્લિમ ગાયકી ફરીદામીર ભાવુક બની હતી ,જ્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ

માતાજીના ચાર ચાર ચોકમાં ઉપસ્થિત રહે માતાજીની આરતી ઉતારી હતી તેમજ સ્ટેજ ઉપર દીપ

પ્રાગટ્ય કરી નવરાત્રી મહોત્સવને ખુલ્લો મુક્યો હતો સાથે આજે સ્ટેજ ઉપર મહિલા

મુસ્લિમ ગાયિકા ને જોઈ પોતે કોમી એકતાનો એખલાસ કરાવ્યો હતો. જોકે આજે અંબાજી મંદિર

ચાર ચાર ચોકમાં ગરબાની મોજ કરવા પહોંચેલી મુસ્લિમ ગાયકા ફરીદામીર એ જણાવ્યું હતું

કે નવરાત્રી દરમિયાન દરેક કલાકારે પ્રાચીન ગરબા ગાઈ ને પોતાની એક સંસ્કૃતિને ટકાવી

રાખવી જોઈએ, જ્યારે

અવનવી સ્ટાઇલ ના ગરબા તો કોઈપણ પ્રસંગે ગઈ શકાતા હોય છે પણ પ્રાચીન ગરબા તો મા ના

ચાચર ચોકમાં જ ગાવાનો લહાવો એક અનોખી મોજ ગણાવી હતી જેની સ્થાનિક લોકો સહિત બહાર

થી આવેલ યાત્રિકો એ પણ ચાચરચોકમા ગરબા ની મોજ માણી હતી જ્યારે મોટી સંખ્યા માં

ભક્તો એ ચાચરચોકમાં બેસીને ગરબા જોઈને મોજ માણી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande