ભાવનગર યૂટીએસ એપ તથા એટીવીએમથી, ટિકિટ લેવી થઈ વધુ સરળ હવે અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં
ભાવનગર 23 સપ્ટેમ્બર (હિ.સ.) યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ, હવે અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને સુગ
ભાવનગર  યૂટીએસ એપ તથા


ભાવનગર 23 સપ્ટેમ્બર (હિ.સ.) યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ, હવે અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં. યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવી દેવામાં આવી છે. હવે યાત્રીઓને જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવેએ યાત્રીઓને બે સુવિધા આપી છે – યૂટીએસ મોબાઈલ એપ (UTS App) અને ઑટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM). આ બંને માધ્યમોથી યાત્રી પોતે ટિકિટ બુક કરી શકે છે, જેનાથી સમયની બચત થાય છે.

યૂટીએસ એપ (UTS APP) ની વિશેષતાઓ:

• યાત્રી પોતાના મોબાઈલ ફોનથી ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે.

• યુટીએસ ઍપથી ટિકિટ બુક કરવા માટે પહેલાં જે 20 કિલોમીટર અંતરની બાધ્યતા હતી, તેને હવે રેલવે દ્વારા દૂર કરવામાં આવી છે. એનો અર્થ એ છે કે હવે તમે કોઈપણ સ્થળેથી તમારું અનારક્ષિત ટિકિટ બુક કરી શકો છો.

• યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.

• ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ તથા R-Wallet નો વિકલ્પ ઉપલબ્ધ.

• ટિકિટ બારી પર લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં.

• છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.

• પેપરલેસ ટિકિટની સુવિધા, જે પર્યાવરણને અનુકૂળ છે.

એટીવીએમ (ATVM) ની વિશેષતાઓ:

• યાત્રી સ્ટેશન પર આવેલા ATVM મશીનથી પોતે ટિકિટ બુક કરી શકે છે.

• યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ.

• ચુકવણી માટે UPI QR કોડ તથા રેલવે સ્માર્ટ કાર્ડની સુવિધા.

• ટિકિટ બારીની લાંબી લાઈનોથી મુક્તિ.

• છુટ્ટા પૈસાની સમસ્યા નહીં.

મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ આ આધુનિક સુવિધાઓનો લાભ ઉઠાવે અને પોતાની યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવે. યૂટીએસ એપ અને એટીવીએમ મારફતે બુકિંગ કરીને યાત્રી ફક્ત પોતાનો સમય જ નથી બચાવી શકતા, પરંતુ ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં સહભાગી પણ બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande