પાટણ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)હારીજ બેચરાજી બાયપાસ રોડ પર આવેલી દરજી સોસાયટીમાં શહેરનું એકમાત્ર લક્ષ્મી માતાજીનું મંદિર આવેલું છે. નવરાત્રિના શુભ પ્રસંગે સાંજે ચાચર ચોકમાં બહુચર માતાજીના ફોટાઓનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું.
આ પવિત્ર અવસરે સોસાયટીના તમામ રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાતાવરણ ‘બોલ માડી અંબે જય જય અંબે’ના ગૂંજી ઉઠેલા નારાઓથી ગૂંજતું બન્યું હતું. સોસાયટીની મહિલાઓએ ભક્તિભાવે માતાજીના વધામણાં કરીને નવરાત્રિ મહોત્સવની મંગલમય શરૂઆત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ