મોડી રાત્રે સારોલી ખાતે જીઈબીના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ
સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના સારોલી કુંભારીઆ રોડ પર આવેલા જીઇબીના ટ્રાન્સફોર્મરના રીપેરીંગ અને વેસ્ટેજ વાયરો સહિત સામાનના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી.એટલુંજ નહીં ગોડાઉનમાં મોટા પ્રમાણ વાયરનો જથ્થો હોવાથી તેમાં લાગેલી આગ ઝડપતી પ્રસવ લાગી હતી.આ ઘટના
મોડી રાત્રે સારોલી ખાતે જીઈબીના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ


સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-શહેરના સારોલી કુંભારીઆ રોડ પર આવેલા જીઇબીના ટ્રાન્સફોર્મરના રીપેરીંગ અને વેસ્ટેજ વાયરો સહિત સામાનના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી.એટલુંજ નહીં ગોડાઉનમાં મોટા પ્રમાણ વાયરનો જથ્થો હોવાથી તેમાં લાગેલી આગ ઝડપતી પ્રસવ લાગી હતી.આ ઘટના અંગે જાણ કરવાં આવતા અલગ અલગઃ ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.અને આગ પર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સારોલી કુંભારીયા રોડ ખાતે આવેલ હર્ષ ટ્રાન્સપોર્ટ પાસે જીઇબીના ટ્રાન્સફોર્મર રીપેરીંગ અને વાયરો સહિતના સામાનને સ્ટોરેજ કરવાનો ગોડાઉન આવેલું છે.દરમિયાન મોડી રાત્રે 12.28 કલાકે ગોડાઉનમાં આગ લાગી હોવા અંગે ફાયર કંટ્રોલમાં કોલ કરવામાં આવ્યો હતો.જેથી પુણા ,ડિંડોલી અને ડુંભાલ ફાયર સ્ટેશનોથી ફાયર બ્રિગેડના જવાનો કાફલો ઘટના સ્થળે જવા માટે રવાના થયો હતો.બીજી બાજુ ગોડાઉનની અંદર મોટા પ્રમાણ વાયરનો જથ્થો હોવાને પગલે આગ ઝડપતી પ્રસરવા લાગી હતી.અને દૂર દૂર સુધી તેની જ્વાળાઓ દેખાવવા લાગી હતી.ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કંટ્રોલ કરવામા લાગી ગઈ હતી.અને અર્ધો કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવીને સમગ્ર ઘટનાને નિયઁત્રણમાં લઇ લેવાંમાં આવી હતી. વધુમાં ફાયર સબ ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે ગોડાઉનમાં વાયરનો જથ્થો હતો ત્યારે કોપર વાયરમાં આગ લાગવાને પગલે આગ ભડકી ઉઠી હતી.જોકે મોટું નુકસાન થાય તે પહેલા કંટ્રોલમાં કરી લેવાં આવ્યું હતું,.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande