ગાંધીનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.): ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવ 2025 ના પ્રથમ નોરતે ગાંધીનગરના સમદર્શન આશ્રમના પરમ પૂજ્ય ગુરુમા સમાનંદ સરસ્વતીજીએ પરંપરાગત રીતે મા આદ્યશક્તિની આરતી ઉતારી હતી. ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ , ગાંધીનગર (દક્ષિણ)ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આશિષભાઈ દવે અને આગેવાનોએ માતાજીની આરતી ઉતારીને નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
ગાંધીનગર અને ગાંધીનગરના નગરજનોની સુખાકારીની પ્રાર્થના સાથે 'મા ને અરજ આપણા નગર'ની થીમ સાથે ઉજવાઈ રહેલા ગાંધીનગર કલ્ચરલ ફોરમના નવરાત્રી મહોત્સવના પહેલા જ નોરતે રંગબેરંગી ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓથી ગાંધીનગર કલ્ચરલ ફોરમનું આંગણું દીપી ઉઠયું હતું.
સુપ્રસિદ્ધ ગાયિકા લાલિત્ય મુન્શૉએ કર્ણપ્રિય ગરબાથી શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. ગાયક અસીમ મહેતાએ પણ ખેલૈયાઓને ભારે મોજ કરાવી હતી. આ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક સેજલબેન પરમાર, ગાંધીનગર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નિયલભાઇ પટેલ, એપીએમસી ગાંધીનગરના ડિરેક્ટર યોગેશભાઈ પટેલ, પૂર્વ સનદી અધિકારી અને અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર વી.એસ.ગઢવી, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા સાહિત્યકાર ભાગ્યેશ જહા, ઓસ્ટ્રેલિયાની પાવર લિંકના વડા અક્મ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પહેલા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં કાજલબા રાઠોડ બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ અને ઉજ્જવલ દરજી બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં રિદ્ધિ ડાભી અને કૌશલ પરમાર રનર્સ-અપ રહ્યા હતા. વિવેક સોલંકી અને ધરતી પટેલની જોડી બેસ્ટ પેર બની હતી. જ્યારે કૃપાંશીબા વાઘેલા અને ભૂમિબા ઠાકોરની જોડી રનર્સ-અપ રહી હતી. 35 વર્ષથી વધુ વયના ખેલૈયાઓમાં જીગીશા પટેલ બેસ્ટ ક્વીન અને વિપુલ ડોડીયા બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા. આ કેટેગરીમાં સ્તુતિ જોશી અને અભિજીત ચારણીયા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે પાયલ મકવાણા અને પ્રિન્સ તરીકે રવિ રાજપૂત વિજેતા થયા હતા. આ કેટેગરીમાં આયુષી શર્મા અને નૃપેશ પુરબીયા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર ગર્લ તરીકે ખનક બારોટ અને બેસ્ટ ટીનેજર બોય તરીકે લકી રાજપુત વિજેતા થયા હતા. આ કેટેગરીમાં દિશા શર્મા અને ક્રિશીવ બારોટ રનર્સ અપ રહ્યા હતા. સાત થી બાર વર્ષની વયના બેસ્ટ કીડની કેટેગરીમાં તાશ્વી પ્રજાપતિ અને આશિષ ભરવાડ વિજેતા થયા હતા. જ્યારે ધાર્મિક બામરોટીયા અને દક્ષ પટેલ રનર્સ અપ રહ્યા હતા. સાત વર્ષની વર્ષ સુધીની ચાઈલ્ડ કેટેગરીમાં જીષા પટેલ અને મંથ દેસાઈ વિજેતા થયા હતા. જ્યારે પ્રેક્ષા વસાવા અને વીર રાઠોડ રનર્સ અપ રહ્યા હતા. પહેલા નોરતે નિર્ણાયકો તરીકે બીના દેસાઈ, નિર્ઝરી ભાવસાર, કિરીટ પુજારા, મીનળ ભટ્ટ અને મનીષ દેસાઈએ સેવાઓ આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ