જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું, પીવાના
પાણીના વિવિધ સ્ત્રોત સહિત ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી
જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા સ્વચ્છતા અભિયાન


ગીર સોમનાથ, 23 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ સમગ્ર રાજ્યની સાથે જ ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બર થી શરૂ થયેલું ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન વેગવંતુ બની રહ્યું છે. જિલ્લામાં વાસ્મો વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપે જુદા જુદા સ્થળોએ સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

વાસ્મો-ગીર સોમનાથ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઊંચી ટાંકી તથા ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ તેમજ ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.વિવિધ તાલુકાઓમાં કર્મચારીઓ દ્વારા ગ્રામ્યસ્તરે જુદી-જુદી પ્રવૃત્તિઓ થકી પીવાના પાણીના ઘટકોની આજુબાજુ સાફસફાઈ, કલોરીનેશનની કામગીરી, સ્કૂલ અને આંગણવાડીમાં વોટર ક્વોલિટીની કામગીરી, અને ગ્રામ્ય વિસ્તારમાં દવાના છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande