આજે સોમનાથ પરિસર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાશે, આયુર્વેદની તમામ સેવાઓનો નિઃશુલ્ક લાભ લેવા નાગરિકોને અપિલ
ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,શ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ પરિસર ખાતે દ્વ
આજે સોમનાથ પરિસર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાશે, આયુર્વેદની તમામ સેવાઓનો નિઃશુલ્ક લાભ લેવા નાગરિકોને અપિલ


ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.)

ગીર સોમનાથ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,શ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ પરિસર ખાતે દ્વારકાધિશના મંદિરની પાસે સવારે ૧૦.૦૦ કલાકેથી આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાશે.

૧૦માં આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે તજજ્ઞ દ્વારા આ આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સા પધ્ધતિ દ્વારા નિદાન સારવાર કરવામાં આવશે. આયુર્વેદ ઔષધિય વનસ્પતિ પ્રદર્શન યોજવામાં આવશે તેમજ ‘મેદસ્વીતા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત તજજ્ઞો દ્વારા યોગ અંગેનું ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપવામાં આવશે.

‘સ્વસ્થ નારી સશક્ત ભારત’ અભિયાન અંતર્ગત સ્ત્રીરોગ જેવા કે માસિકની સમસ્યા, સફેદ પાણી પડવું, વગેરેમાં માર્ગદર્શન, સંધિવાત અને સ્નાયુના રોગોમાં તુરંત લાભ થાય એવી પંચકર્મ સારવાર અને આયુર્વેદની પ્રાચીન અગ્નિકર્મ ચિકિત્સા પદ્ધતિ દ્વારા પેઈન મેનેજમેન્ટની વિનામૂલ્યે સારવાર સ્થળ પર જ આપવામાં આવશે.

આ ઉપરાંત આયુષ મેળામાં સાંધાનાં દુ:ખાવા,પેટના દર્દ,સ્ત્રી રોગ, ચામડીના રોગ,ડાયાબીટીસ, બ્લડપ્રેશર, શરદી-ખાંસી-તાવ-ઝાડા-ઉલટી,હરસ-મસા,તેમજ અન્ય રોગ પ્રતિકારક શકિત માટે અને અન્ય તમામ રોગોની અનુભવી વૈદ્યો દ્વારા નિદાન કરી વિનામૂલ્યે સ્થળ પર જ સારવાર આપવામાં આવશે.

ઉપરાંત આ કેમ્પમાં પ્રકૃતિ પરીક્ષણ અને પથ્ય-અપથ્ય વિશે માર્ગદર્શન આપવામાં આવશે. જેથી આ આયુષ મેળાનો લાભ લેવા જાહેર જનતાને જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande