ગીર સોમનાથ ‘સ્વચ્છોત્સવ’ અંતર્ગત કોડીનારમાં સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું,
સ્વચ્છ વોર્ડ અને ચિત્ર-નિબંધ સ્પર્ધા થકી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ અપાયો
કોડીનારમાં સફાઈ કર્મચારીઓનું સન્માન


ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત કોડીનાર તાલુકામાં ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે સ્વચ્છ વોર્ડ સ્પર્ધા અને ચિત્ર-નિબંધ સ્પર્ધા થકી સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. ઉપરાંત સ્વચ્છતામાં જેમનો સિંહફાળો છે એવા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

કોડિનાર નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ સપ્ટેમ્બર મહિનાની ‘સ્વચ્છ વોર્ડ સ્પર્ધા’ યોજાઈ હતી. આ વોર્ડ સ્પર્ધામાં જે વોર્ડમાં સૂકા અને ભીના કચરા માટે સેગ્રિગેશનની કામગીરી, સમયસર ડોર ટુ ડોર ની કામગીરી, વોર્ડના દરેક વિસ્તારમાં સફાઇ કર્મચારી સાથે વર્તણૂંક, વોર્ડમાં રહેતા નાગરિકો દ્વારા સ્વચ્છતા જેવા માપદંડો ધ્યાનમાં રાખવામાં આવ્યાં હતાં.

આ માપદંડો આધારિત કોડીનાર નગરપાલિકામાં એક થી સાત વોર્ડમાંથી સાત નંબરના વોર્ડ દ્વારા સ્વચ્છતાના તમામ માપદંડો પૂર્ણ કરવામાં આવ્યાં હતાં. જેથી સાત નંબરના વોર્ડને સ્પર્ધામાં પ્રથમ જાહેર કરવામા આવ્યો હતો. આ વોર્ડના નાગરિકો તેમજ સફાઇ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ જ ઉપક્રમે મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને અનુલક્ષી ચિત્રો દોરી અને નિબંધ લખી સ્વચ્છતાલક્ષી જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande