ગીર સોમનાથ 23 સપ્ટેમ્બર (હિ.સ.) જીએચસીએલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સુત્રાપાડા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા,વેરાવળ અને તાલાળા તાલુકાના તેમજ અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભા તાલુકાના જુદા જુદા ગામોમાં ખેતીવાડી અને પશુપાલન પ્રોજેક્ટ અંતર્ગત આપણા વિસ્તારના ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતા થાય તેમના માટે સતત પ્રયત્નશીલ છે.ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેમના માટે ફાઉન્ડેશન દ્વારા વિવિધ પ્રકારના ઓર્ગેનિક ઇનપુટ નું વિતરણ કરવામાં આવે છે. જેનાથી ખેડૂતો પોતાની જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
આ ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન કરેલ પાકના યોગ્ય પોષણક્ષ્મ ભાવો મળે અને પોતાના ઉત્પાદનને બજારમાં સરળતાથી વેચી શકે તેમજ પ્રાકૃતિક ખેતી માટેનું ગુજરાત સરકાર ની સસ્થા કે જે આ ઓર્ગનીક ખેતી માટે સર્ટિફિકેટ આપે છે તે (GOPCA) ગુજરાત ઓર્ગનીક પ્રોડક સર્ટિફિકેશન એજન્સી નું સર્ટિફિકેટ મેળવી શકે તેમના માટે એક દિવસિય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૩ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ હાજરી આપેલી જેમાં ઓર્ગેનિક સર્ટિફિકેશન માટેની જાણકારી આપવામાં આવી ગોપકા એજન્સીના અધિકારી રવિભાઈ પ્રજાપતિ દ્વારા સર્ટિફિકેટ માટેના ધારા ધોરણો વીસે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.ગોપકના અધિકારી વિજયભાઈ અને જયદીપસિંહ ચૌહાણ એ હાજરી આપી હતી.
જીએચસીએલ ફાઉન્ડેશન સુત્રાપાડાના હેડ રમેશભાઈ મકવાણા દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય અને પારદર્શકતા પૂર્વક પ્રાકૃતિક ઢબે ખેતીવાડી કરવામાં આવે તે બાબતની જાણકારી આપી હતી,તેમજ ફાઉન્ડેશન દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવશે તે વાત કરવામાં આવી. ખેતીવાડી અને પશુપાલનના પ્રોગ્રામ ઓફિસર ડોડીયા ધર્મેન્દ્ર બારડ, વિજય ખુટડ, કનુભાઈ પંપાણીયા, રાજેશ પંપાણીયા,ચેતન ચાવડા,નીતિન રાઠોડ દ્વારા તાલીમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાઈ હતી.... અને આ તાલીમને સફળ બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ