જામનગર, 23 સપ્ટેમ્બર (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે વિવિધ સફાઈ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતગર્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાલાવડ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપલ હાઈસ્કુલ ખાતે મેરેથોન તથા સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ શાળાના વિદ્યાર્થીઓએ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે હેતુથી સ્વચ્છતા રાખવા અંગેનો સંદેશો આપતા ચિત્રો અને રંગોળીઓ બનાવી હતી. આ ઉપરાંત જેપીએસ સ્કુલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં આ અભિયાનની ૩૧ઓક્ટોબર સુધી ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt