અંબાજી, 23 સપ્ટેસ્બર (હિ. સ) મહારાજા અગ્રસેનજી ની 5149મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે
અગ્રવાલ સમાજ પાલનપુર દ્વારા ત્રીદિવસીય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.બોક્સ ક્રિકેટનું જેમાં 11 ટીમોના 77 ખેલાડીઓ પૈકી
21 મહિલા ખેલાડીઓએ ઉત્સાહ પૂર્વક
ભાગ લીધો લીધો.તેમજવિવિધ રમત ગમતનું તથા બ્લડ
ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં 36 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. આ સાથે
સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન
કરાયું અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. અગ્રવાલ સમાજ પાલનપુર નાપ્રકાશભાઈ અગ્રવાલ લાયન્સ
ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર બનેલા હોઈ તેમનું પરંપરાગત રીતે સાફો પહેરાવી સન્માન
કરવામાં આવ્યુ અનેકાવ્યા વિમલ અગ્રવાલે દુબઇ માં આયોજિત
વિશ્વ મેથીલો જીનીયસ હરીફાઈ માં 4 થો નંબર પ્રાપ્ત કરેલ, તેમનું સન્માન કર્યું. સમાજ ના ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત બાળકોનું તથા
વિવિધ પદ પ્રાપ્ત કરેલ સમાજ ના મહાનુભાવો નું સન્માન કરવામાં આવ્યું.
અંગદાન અંગે જાગૃતિમાટે અંગદાન મહાદાન કાર્યક્રમ નું
આયોજન કરવામાં આવ્યું ,જેમાં 400 જેટલા અગ્રવાલ ભાઈ બહેનોએ અંગદાનનો સંકલ્પ લીધો.
કાર્યક્રમ નું સફળ સંચાલન અજીતભાઇ અગ્રવાલ અને શ્રીયા અગ્રવાલે
કર્યું.
આગામી બે વર્ષ માટેઅગ્રવાલ સમાજના અધ્યક્ષ તરીકેમહેશભાઈ શાહ ,
મહિલા સમાજના અધ્યક્ષ તરીકે
ડૉ.મીતાબેન તથા યુવા સમાજ ના અધ્યક્ષ શ્રીપાલભાઈ અગ્રવાલ ને બિનહરીફ ચૂંટાયેલા
જાહેર કરવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ