ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર, વાહનચાલકોનું સન્માન કરતી પોલીસ.
પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન માટે જાગૃતતા આવે તે માટે અવેરનેસ કાર્યક્રમો કરવા અને જે વાહનચાલકો ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે તેઓને અલગ અલગ કાર્યક્રમો કરી પ્રોત
ટ્રાફિકના નિયમો નું પાલન કરનાર વાહનચાલકો નું સન્માન કરતી પોલીસ.


ટ્રાફિકના નિયમો નું પાલન કરનાર વાહનચાલકો નું સન્માન કરતી પોલીસ.


ટ્રાફિકના નિયમો નું પાલન કરનાર વાહનચાલકો નું સન્માન કરતી પોલીસ.


પોરબંદર, 23 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમોના પાલન માટે જાગૃતતા આવે તે માટે અવેરનેસ કાર્યક્રમો કરવા અને જે વાહનચાલકો ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન કરે છે તેઓને અલગ અલગ કાર્યક્રમો કરી પ્રોત્સાહિત કરવા સૂચના આપવામાં આવી હતી જે સૂચના મુજબ ટ્રાફિક પી.એસ.આઈ. કે.બી.ચૌહાણતથા તેમની ટીમ દ્વારા ગોસા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરવામાં આવ્યા હતા.

આ દરમ્યાન તમામ દસ્તાવેજો સાથે રાખનાર, સીટ બેલ્ટ, હેલ્મેટ પહેરી સાવધાનીપૂર્વક ડ્રાઈવીંગ કરનાર વાહનચાલકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કામગીરીને વાહન ચાલકોએ બિરદાવી આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનુ પાલન કરવાથી પોલીસ દ્વારા પ્રથમવાર આવું સન્માન મેળવી રહ્યા છીએ જેની અમોને બેહદ ખુશી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande