સુરત, 23 સપ્ટેમ્બર (હિ.સ.)-વિશ્વ આયુર્વેદ દિવસ નિમિત્તે દેવતરુ વેદાંત સનાતન એસોસિએશન દ્વારા મેહંદીપુર બાલાજી હનુમાન મંદિર ખાતે આવેલ દેવસર હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અયોધ્યાથી પધારેલા સંતશ્રી દેવરામદાસ વેદાંતીજી મહારાજે અનેક મહત્વપૂર્ણ આયુર્વેદિક પ્રોડક્ટ્સનું લોકાર્પણ કર્યું.
કાર્યક્રમને સંબોધતા સંતશ્રીએ કહ્યું કે, જેમ ધ્યાન અને યોગ આરોગ્યદાયક જીવન માટે જરૂરી છે, તેમ આયુર્વેદ પણ જીવનનો અભિન્ન અંગ છે. જ્યારે મનુષ્ય નિરોગી રહે છે ત્યારે જ તે ધ્યાન અને યોગનો પૂર્ણ લાભ લઈ શકે છે.
તેમણે આગળ જણાવ્યું – “મારો હેતુ ભારતમાં આયુર્વેદને પ્રોત્સાહિત કરવાનો છે જેથી લોકો કુદરતી સારવાર અને પરંપરાગત જ્ઞાન સાથે ફરીથી જોડાઈ શકે.”
આ પ્રસંગે અનેક ગણમાન્ય મહાનુભાવો, આયુર્વેદ વિશેષજ્ઞો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે